"કૃષ્ણ વિલા" બંગલામાં આજે ઉદાસીનાં વાદળો છવાયેલા છે. અહીં મંથન, શારદાબા અને વહાલી લાગે એવી નાની પરી રહે છે. મંથન ખુબ જ મિલનસાર અને સોહામણો યુવાન છે. પોતાની માતા શારદાબા સાથે રહે છે. નાની પરીનાં જન્મ સમયે જ મંથનની પત્ની મૈત્રીનું મૃત્યુ થયું હતું. એક બાજુ નાની પરીને જોઈ મંથન ખુશ હતો તો બીજી બાજુ મૈત્રીને હમેંશા માટે ગુમાવી હતી. મૈત્રીની યાદમાં ગુમસુમ રહેતા મંથને પોતાની જાતને કામમાં પરોવી દીધી હતી. મંથન એક કંપનીમાં મેનેજર તરીકે જોબ કરતો હતો. અને શારદાબાએ પરીને સાચવી લીધી હતી. હાલ પરી ત્રણ વર્ષની હતી. મા નાં વહાલની ગેરહાજરીમાં બા અને મંથનનાં પ્રેમમાં તરવરતી પરી ખરેખર! પરાણે વહાલી લાગે તેવી હતી. તેની માસુમીયત જોઈને ઇશ્વર સાથે ઝગડો કરવાનું મન થાય. અરે! આ નાની કળી જેવી પરીને મા નાં પ્રેમથી વંચિત શા માટે રાખી હશે?

Full Novel

1

મમતા - ભાગ 1 - 2

️શ્રી ગણેશાય નમઃ️️️️️️️️દિલનાં તારને ઝંઝોડી નાંખનાર પરી, મંથન અને મોક્ષાની દિલધડક નવલકથા મમતા વાંચો અને આપના પ્રતિભાવો જણાવો. મમતા : 1 કૃષ્ણ વિલા બંગલામાં આજે ઉદાસીનાં વાદળો છવાયેલા છે. અહીં મંથન, શારદાબા અને વહાલી લાગે એવી નાની પરી રહે છે. મંથન ખુબ જ મિલનસાર અને સોહામણો યુવાન છે. પોતાની માતા શારદાબા સાથે રહે છે. નાની પરીનાં જન્મ સમયે જ મંથનની પત્ની મૈત્રીનું મૃત્યુ થયું હતું. એક બાજુ નાની પરીને જોઈ મંથન ખુશ હતો તો બીજી બાજુ મૈત્રીને હમેંશા માટે ગુમાવી હતી. મૈત્રીની યાદમાં ગુમસુમ રહેતા મંથને ...Read More

2

મમતા - ભાગ 3 - 4

️મમતા ભાગ: 3️️️️️️️️(આપણે જોયું કે શારદાબેન પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓને યાદ કરે છે. અને મુસીબતો વેઠીને મંથનને મોટો કરે હવે આગળ....) રમણભાઈની મદદથી શારદાબેન અને મંથન શહેરમાં આવ્યા. શરૂઆતમાં રમણભાઈએ પોતાના ઘરમાં આશ્રય આપ્યો. પછી શારદાબેન નાના મોટા કામ કરીને થોડું કમાઈ લેતા. પછી તેઓ ભાડાનાં મકાનમાં ગયા. શારદાબેનને નાનપણથી જ રસોઈનો શોખ હતો. તે આંગળા ચાટી જાય તેવી ચટાકેદાર રસોઈ બનાવતા. શરૂઆતમાં તેઓ ઘરે એક બે જણાને જમાડતા પછી ધીમે ધીમે શારદાબેનની રસોઈની સોડમ બધે ફેલાવા લાગી. અને હવે તેમણે ટિફિન ચાલુ કર્યા. મંથન પણ હવે મોટો થયો. તે પણ મદદ કરતો. કોલેજની સાથે મંથન સાઈડમાં નોકરી પણ ...Read More

3

મમતા - ભાગ 5 - 6

️" મમતા "ભાગ :5️️️️️️️️( મિત્રો કેમ છો? મજામા ને? મંથન, શારદાબા અને પરીની ગાડી સીધા પાટા પર ચાલે છે. સમય પરીનાં લાલન પાલન પાછળ જાય છે. બસ એકલો છે માત્ર મંથન જે પોતાની એકલતાને સાથી બનાવીને જીવે છે. શું મંથનનાં જીવનમાં કોઈ આવશે? તે જાણવા વાંચવો પડશે ભાગ :5) સૂરજનાં સોનેરી કિરણોનું આગમન અને શારદાબાની પૂજા બંને એક સમયે થતાં. કાનાની ભકિતમાં લીન થઈને શારદાબા અડધા દુઃખો ભૂલી જતાં. અને બાકીનો સમય પરી પાછળ જતો. બસ મંથન ગુમસુમ રહેતો. જાણે શરીરમાં પ્રેમની વીરડી જાણે સુકાઈ ગઈ હોય. પોતાનાં દિલમાં મૈત્રી સિવાય કોઈને તે જગ્યા આપવા માંગતો ન હતો. મંથન ...Read More

4

મમતા - ભાગ 7 - 8

️"મમતા"ભાગ :7️️️️️️️️ (મંથનની ઓફિસમાં આવેલા નવા મેડમ કોણ છે? મંથનનો એની સાથે શું સંબંધ છે તે જાણવા વાંચો " " ભાગ :7) સોનેરી સવાર થતા જ મંથન પણ જાગ્યો. અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગ્યો. કોલેજ પહોંચતા જ આગલા દિવસે મળેલી છોકરી તેના સામે આવી અને મંથનનો હાથ પકડીને કેન્ટિનમાં લઈ ગઈ. આ શું? મંથનને આ રીતે કોઈ છોકરી પહેલી વાર સ્પર્શ કરતી હતી. મંથન તો પાણી પાણી થઈ ગયો. પણ આ અજાણી છોકરી તો જાણે આજે બધું જ કહી દેવા આવી હોય તેમ પોતાનો પરિચય આપવા માંડી. " Hi, હું મોક્ષા કોલેજનાં પહેલા વર્ષમાં હાલ એડમીશન લીધુ ...Read More

5

મમતા - ભાગ 9 - 10

️" મમતા " ભાગ :9( મૈત્રીના ગયા પછી પરી સાથે પોતાનું જીવન જીવતા મંથનનાં જીવનમાં મોક્ષા આવી. શું મોક્ષા પરિવાર સાથે આવી છે? કે પછી એકલી? શું મંથન સાથે મોક્ષા કેવી રીતે મળશે? વાંચો ભાગ :9) વિચારોનાં વમળોમાં ફસાયેલો મંથન ઘરે જાય છે. સાંજ થઈ ગઈ હતી. શારદાબા રસોડામાં હતાં. અને પરી દડો લઈને મંથન પાસે જાય છે. પણ આજે મંથનનું મન બેચેન હતુ. બસ મંથન એ જ વિચારતો હતો કે તે મોક્ષાનો સામનો કેવી રીતે કરશે? અને ત્યાં જ અંદરથી શારદાબા જમવા માટે બૂમ પાડે છે. બેડરૂમમાં આછો પ્રકાશ હતો પણ મંથનની આંખોમાં આજે નિંદર ન હતી. બસ ...Read More

6

મમતા - ભાગ 11 - 12

️"મમતા"ભાગ :૧૧️️️️️️️️(ઘણા વરસો પછી મંથન અને મોક્ષા મળે છે. બંને પોતાનાં જીવનની વાતો કરીને મન હળવું કરે છે. હવે શું મંથનનાં જીવનમાં પાછું પોતાનું સ્થાન બનાવશે? તે જાણવા વાંચો "મમતા"ભાગ :૧૧) "લવ બર્ડ " કોફીશોપમાં મંથન અને મોક્ષા મળ્યા. મોક્ષાએ પોતાનાં જીવનમાં બનેલી બધી જ વાતો કરી પણ મંથન હજુ ચુપ હતો. હવે મંથન પણ દિલની વાતો મોક્ષા આગળ કહે છે. "મેં પણ મા નાં આગ્રહને વશ થઈને મૈત્રી સાથે લગ્ન કર્યા. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે મને ઢીંગલી જેવી પરી આપીને મૈત્રી સદાને માટે મારો સાથ છોડીને ચાલી ગઈ. હવે પરી જ મારું જીવન છે" બંને પોત પોતાનાં દિલની વેદના ...Read More

7

મમતા - ભાગ 13 - 14

️" મમતા" ભાગ :૧૩(ઘરમાં આજે બધા ખુશ હતા. કારણ કે આજે નાની, વહાલી પરીનો જન્મદિવસ હતો. સાંજે સરસ મજાની આયોજન કરાયેલું હતું. તો શું મોક્ષા પાર્ટીમાં આવશે? તે જાણવા તમારે ભાગ :૧૩ વાંચવો પડશે.) શિયાળાની સાંજ, ડુબતો સૂરજ અને આકાશ સિંદુરવરણી હતું. જાણે નભમાં કેસરી રંગોળી પુરાયેલી હોય. ઘરમાં નાના નાના ભુલકાંઓની ચહલ પહલ હતી. બર્થ ડે ગર્લ "પરી" સફેદ પરીનાં ફ્રોકમાં પરી જેવી જ લાગતી હતી. સાથે લગાવેલી પાંખો પણ સુંદર લાગતી હતી. જાણે હમણાં ઉડીને માને શોધવા જશે એવું લાગતું હતુ. "કૃષ્ણ વિલા" બંગલાની બહાર એક કાર આવીને ઉભી રહી. કારમાંથી વાદળી સાડી, ખુલ્લા વાળ અને હાથમાં ...Read More

8

મમતા - ભાગ 15 - 16

️" મમતા" ભાગ :૧૫( કિસ્મત પણ કેવા ખેલ ખેલે છે. મંથન અને મોક્ષાની અધુરી પ્રેમ કહાની હતી.અને હવે આટલા બંને મળ્યા તો બંનેનાં દિલમાં ફરી પાછા પ્રેમનાં અંકુરો ફુટશે? એ જાણવા વાંચો "મમતા" ભાગ :૧૫) મંથન અને મોક્ષા રોજ મળતા પણ ઓફિસમાં બંને અજાણ્યા હોય તેમ જ રહેતા. મોક્ષાએ મંથનને ઓફિસનો એક મોટો પ્રોજેકૅટ આપ્યો જેના માટે મંથનને વીસ દિવસ માટે બેંગ્લોર જવાનું થયુ. મંથનને ચિંતા થવા લાગી કે મા અને પરીને એકલા મુકી આટલા દિવસો ઘરથી દૂર મંથન કયારેય ગયો ન હતો. સાંજે મંથન ઓફિસથી છુટી "લવ બર્ડ" કોફીશોપમાં પહોંચ્યો. થોડીવાર થઈ એટલે મોક્ષા પણ આવી. બંનેએ ઘણો ...Read More

9

મમતા - ભાગ 17 - 18

️" મમતા"ભાગ :૧૭( જીવનમાં આપણી ઇચ્છા પ્રમાણે કશું નથી થતું. તો શું મોક્ષા "કૃષ્ણ વિલા" માં વહુ બની આવશે? જાણવા વાંચો મમતા ભાગ : 17 ) સમયને કોણ પકડી શક્યું છે.........? મંથન બેંગ્લોરથી પાછો આવ્યો. અહી મંથનની ગેરહાજરીમાં મોક્ષાએ શારદાબાનું ખુબ ધ્યાન રાખ્યું. અને પરીને તો દોસ્ત બનાવી લીધી. પરી મોક્ષા સાથે ખુબ હળીમળી ગઈ હતી. મંથન પાછો આવ્યો અને રૂટિન પ્રમાણે સવારે ઓફિસ ગયો. આજે મોક્ષાને મળીને આભાર માનવાનો હતો. કેટલાય વિચારો કરતો તે ઓફિસ ગયો પણ ઓફિસમાંં મોક્ષા તો મિટિંગમાં હતી. તો મંથન મોક્ષાને મળી શકયો નહી. મિટિંગ પુરી થતાં જ મોક્ષા ખુશ થતાં મંથનની કેબીનમાં આવી ...Read More

10

મમતા - ભાગ 19 - 20

️" મમતા "ભાગ :19( મોક્ષાને જોયા વગર મંથનનું દિલ આજ ઓફિસ કે મિટિંગમાં લાગતું ન હતું. તેણે ઘણી કોશિષ મોક્ષા સાથે વાત કરવાની પણ વાત થઈ નહી. તો મોક્ષા કયાં ગઈ છે? શા માટે મંથનનો કૉલ ઉપાડતી નથી? એ જાણવા વાંચો "મમતા" ભાગ:19 ) મોક્ષાનાં સેલફોનમાં વારંવાર મંથનનો કોલ આવતો હતો પણ પરિસ્થિતિ એવી હતી કે મોક્ષા કૉલ રિસિવ કરી શકતી ન હતી. વિનીત સાથે સંબંધ પુરો થયા પછી મોક્ષા ભારત આવી. વિનીત સાથે તો કયારેય તેં વાત કરતી નહી. પણ તેનાં માતા પિતા હજુ પણ મોક્ષાને દિકરીની જેમ રાખતાં. કયારેક ફોન પણ કરતાં. મોડી રાત્રે વિનીતનાં પિતાનું અવસાન ...Read More

11

મમતા - ભાગ 21 - 22

️ મમતા ભાગ :21( આખરે મંથન અને મોક્ષાનાં પ્રેમની જીત થઈ. ઘણા દિવસોથી મોક્ષાને ન જોતાં કે વાત થતાં મંથન તેના ઘરે જાય છે. અને વરસોનો છુપાયેલ પ્રેમ આજે બહાર આવ્યો. મંથન સ્થળનું ભાન ભૂલીને મોક્ષાને આલિંગન આપે છે. હવે......) મંથનને પોતાની ભૂલનું ભાન થતાં તે શરમીંદો થઈ ગયો. પણ મોક્ષા તો જરાપણ શરમાઇ નહી તે મંથનને કહે આખરે જનાબે પ્રેમનો એકરાર કર્યો ખરો! હું આજ ઘડીની રાહ જોતી હતી. મંથન કંઈ બોલતો નથી. તે કહે તું સામાન લઇને ઘરે ચાલ, મા તારું ધ્યાન રાખશે. પણ મોક્ષા કહે મને હવે સારૂ છે.મેં દવા લીધી છે. અને તે મુંબઈ શા માટે ...Read More

12

મમતા - ભાગ 53 - 54

મમતા:૨ભાગ :૫૩(ઘરથી દૂર પરી મુંબઈ જાય છે. જયાં કોલેજમાં એક છોકરો તેને રોજ સામુ જુવે છે. આ એજ છોકરો જેની સાથે પરીની પહેલા દિવસે જ ટક્કર થઈ હતી. તો શું આ પ્રેમ પરીનો દોસ્ત બનશે? કે..... વાંચો આગળ..) "કૃષ્ણ વિલા" બંગલામાં સવારનાં આરતી પુરી થઈ. મોક્ષાએ બધાને પ્રસાદ આપ્યો. અને બોલી પરી...... પરી...... અચાનક તેને યાદ આવ્યું કે પરી અહીં કયાં છે! અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અહીં મુંબઈમાં પણ પરીની સવાર રોજ મંથનનાં વિડિયોકોલથી થતી, મંથન સાથે વાત કરી પરી એશા સાથે કોલેજ જવાં નીકળતી. આજ કોલેજમાં બે લેકચર ફ્રી હતાં તો બધા મિત્રો કેન્ટિનમાં ગયા. બધાએ ...Read More

13

મમતા - ભાગ 23 - 24

️ મમતા ભાગ:2,2( મંથન અને મોક્ષાનાં દિલ મળી ગયા. શારદાબા પણ ખુશ હતાં તે વિચારતા હતા કે મોક્ષાને કરી, એને આ ઘરની વહુ બનાવીને લાવું. ત્યાં જ એકાએક મુસીબત આવી, એવું તો શું થયું? એ જાણવા વાંચો મમતા મોક્ષાની તબિયત સારી થતાં તે આજે ઓફિસ માટે તૈયાર થઇ. મંથન પણ આજે વહેલો ઓફિસ આવી ગયો હતો. મંથન પહેલા કરતા વધારે ખુશ હતો તે વાત કાવ્યાએ નોંધી. કાવ્યા અને મંથન પ્રોજેક્ટની ચર્ચા કરતાં હતા ને મોક્ષા મંથનની કેબિનમાં આવી. રૂપાળી, નમણી કાવ્યાને જોઈને મોક્ષાને મનોમન થયું આ કાવ્યા મારા મંથનને પોતાની પ્રેમજાળમાં ફસાવી ન લે. મંથને કાવ્યાને બહાર જવા કહ્યું, અને ...Read More

14

મમતા - ભાગ 25 - 26

️" મમતા "ભાગ: 25( વારંવાર કૉલ કરવા છતાં મંથન કૉલ ઉપાડતો ન હતો. મોક્ષા વિચારતી હતી કે શું થયુ મંથન કેમ કૉલ ઉપાડતો નથી? હવે આગળ.....) કાવ્યાની બેશરમીથી ડઘાઈ ગયેલો મંથન કાવ્યાની આવી હરકતથી વિચારવા લાગ્યો કે હું મોક્ષાને બધું જ સાચું જણાવી દઈશ. પ્રોજેક્ટનું કામ પુરૂ થતાં જ મંથન અને કાવ્યા મુંબઈથી રવાના થયા. છુટા પડતી વખતે કાવ્યા બોલી, " મારી આ વાત પર વિચાર કરજે. મારા જેવી તને કોઈ મળશે નહી." મંથન કંઈપણ બોલ્યા વગર કાર લઈને ઘરે જાય છે. ઘરે પહોંચી મંથન બા અને પરીને મળે છે. ઉદાસ મંથનને જોઈને શારદાબા પણ ચિતિંત થાય છે. તે ...Read More